પતિ પત્ની ના સંબંધો માં તિરાડ કેમ ??
રાહુ અને મંગલ ની દશા કુંડલી માં જો મેળવેલી ના હોય તો આવા પ્રોબ્લમ થતા હોય છે .
બને ના શુક્ર ની દશા સરખી ના હોય તો પણ આવું બનતું જોવા મળે છે.
* તમારી પાસે વૈભવ હોવા છતાં દેખાય નહિ ... નવા કપડા ફાટી જાય , લાઈટ અને ડલ કલર ના કપડા જ ગમે . ઘર ગમે તેટલું ગોઠવો તો પણ ગંદુ જ લાગે . ચાદર ફાટેલી અથવા ગંદી હોય , ઘરે થી નીકળતા શુકન સારા ના થાય , ઘર માં ઝગડો કરી ને જ કામે જવાનું થાય . આ બધા ખરાબ શુક્ર ના ચિન્હો છે .
- મંગલ ની નિશાની , લાલ કે ભડકીલા કપડા ગમે , મીઠાઈ ના ભાવે , ખાટું ને તીખું જ વધારે ભાવે , રાત્રે ઊંઘ મોડી આવે, મોટા ભાઈ , મામા , માશી , જોડે ના બને ,સારા મિત્રો ની ખોટ હોય . તમને તમારી જ વાત સાચી માનવા માં આવે એવી જિદ્દ તો નથી ને ? એવું પોતાની જાત ને પૂછી લેવું
- જો આવું બનતું હોય તો ગોળ નું દાન કરવું . લાલ કપડું . મસુર ની દાળ, લાલ ફળ નું દાન મંગલવારે કરવું જોઈએ .
- મહિના માં એક વાર મંદિર માં લાલ મીઠાઈ નો પ્રશાદ ધરાવો જોઈએ , ૮ વરસ થી નાની દીકરીઓ ને મીઠી વસ્તુ ખવડાવો અને ભણવાની વસ્તુ દાનઓ. ગાય ને અનાજ ખવડાવો , દર ગુરુવારે પપયું ગાય ને ખવડાવો ..
- આમાંનું કઈ પણ ના કરી શકાય એમ હોય તો કીડી ને લોટ અને સાકર આપો અને કબુતર ને બાજરી નાખો . પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને નાની દીકરીઓ ને દાન આપો ,
- તકલીફ વધુ હોય તો રવિવાર નો ઉપવાસ કરવો અને દૂધ ભાત માં ગોળ નાખી ને પ્રશાદ ભગવાન ને ધરાવી ને ખાવો અને પાડોશી ને પણ ખવડાવો .
- કોઈ પણ ઉપાય ની અસર ૩ મહિના બાદ જોવા મળે છે , તો ત્યાં સુધી ઉપાય કરતા રેહવું જોઈએ .
શુભમ ભવતુ
khub j saras upaAY AAPELA6.......SAADA SAHELA ANE ASARKARAK ABHAAR AAPNO DIDI
ReplyDelete