Tuesday 22 November 2011

આજે તેરસ એટલે પ્રદોષ વ્રત . પ્રદોષ વ્રત એટલે શિવ અને શક્તિ ની પૂજા .

આજે તેરસ એટલે પ્રદોષ વ્રત . પ્રદોષ વ્રત એટલે શિવ અને શક્તિ ની પૂજા . 
 
* શ્રાવણ માસ માં જો શિવ પૂજા કરવાની તક ના મળતી હોય અને શિવજી માં માનતા હોવ તો આજના દિવસે . ઉપવાસ , જપ, તપ ,દાન , ધ્યાન કરવાથી શ્રાવણ માસ પૂજાનું ફળ મળે છે.

* શિવ પૂજા ની સાથે માં પાર્વતી ને પણ યાદ કરવા પડે નહીતો એનું પૂરેપૂરું ફળ નથી મળતું એવું શાસ્ત્રો માં કહ્યું છે , આ દિવસે શિવ પૂજા કરવા થી માં પાર્વતી ના આશીર્વાદ પણ મળે છે . અને પિતૃદોષ માંથી મુકતી પણ મળે છે .

* પ્રદોષ કાલ એટલે કે દિવસ અને સાંજ ની વચ્ચે નો સમય , આ સમયે શિવલિંગ ની પૂજા કરવી, 
મધ , પંચામૃત , દૂધ , શેરડી નો રસ , લીલા નારિયલ નું પાણી , ગંગાજળ , ઘી વગેરે માંથી કોઈ પણ દ્રવ્ય ચડાવી ને પૂજા કરવી જોઈએ . પૂજા માં દીવો અને પ્રસાદ અચૂક હોવા જ જોઈએ .

* શિવજી ના કોઈ પણ મંત્ર જપ આખો દિવસ  માનસિક કરવા જોઈએ, પૂજા કાર્ય બાદ એક માળા કોઈ પણ મંત્ર ની કરવી .

* જો માળા ના કરી શકાય એમ હોય તો મંદિર માં ઘીનું દાન યથાશક્તિ  કરવું જોઈએ.
 
* જો પૂજા કરવાનો સમય ના મળતો હો તો,  આજે બુધ પ્રદોષ હોવાથી  ગ્રીન કલર ની વસ્તુ નું દાન કરવું જોઈએ , શાકભાજી , મગ, કપડું , ગાય ને ઘાસ , પીસ્તા , દુધી નો હલવો, આમાં થી જે કંઈપણ આપણ ને પોશાય એ દાન કરો . જ કરો એ દિલથી કરો . 

* જપ ,ધ્યાન ,અને દાન કરતી વખતે વરદાન માંગવાને બદલે પોતાના જાણે અજાણે થયેલા ગુના ની માફી માંગવાથી શિવજી ના આશીર્વાદ મળે છે.

                                                                                                                            શુંભમ ભવતુ.

No comments:

Post a Comment